Kheda : માતર પંથકમાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી, ખેતરો જળમગ્ન થતા ખેડૂતોને ભારે નુકસાન, જુઓ Video
ખેડા જિલ્લાનાં માતર પંથકમાં 27 જુલાઇએ ધોધમાર વરસાદથી પંથક પાણી પાણી થઇ ગયો છે. 8 દિવસથી વધુ સમય વીતી ગયો છતાં આ પંથકનાં ખેતરો જળમગ્ન છે. વરસાદી પાણીનાં નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં હાલ પણ ઘુંટણસમા પાણી છે. જેના કારણે ડાંગરનાં પાકને ભારે નુકસાન થયું છે.

કાંસની સફાઇ ન થતા ડૂબ્યા ખેતરો!
જો કદાચ પાણીનો નિકાલ હવે થાય તો પણ ખેડૂતોએ ફરી વાર વાવણી કરવી પડે તેવી નોબત આવી છે. નુકસાનનો માર સહન કરનાર ખેડૂતોનાં માથે વધુ ખર્ચાનું સંકટ તોળાઇ રહ્યું છે. સ્થાનિકોમાં ધારાસભ્યની સામે ભારે આક્રોશ છે.
ત્યારે ધારાસભ્યનો દાવો છે કે સંકલનની બેઠકમાં કાંસ, સિંચાઈ અને માર્ગ મકાન પંચાયત વિભાગને કાંસની સફાઈ અંગે જણાવાયું હતું. જરૂર હોય ત્યાં પાઇપો મુકી વરસાદી પાણીનાં નિકાલની પણ રજૂઆત કરાઇ હતી. પરંતુ ચોમાસું વહેલુ આવતા તંત્રને કાંસ સાફ કરવા સમય ન મળ્યો.આવતા વર્ષે કાંસની સફાઇ વહેલા કરવામાં આવશે આવો સરકારી જવાબ ધારસભ્યએ જ આપ્યો.
ખેતરો જળમગ્ન, ખેડૂતોને ભારે નુકસાન
જો ધારાસભ્યએ રજૂઆત કરી હોય અને કામગીરી ન થઇ હોય તો તેનો સીધો અર્થ એ થાય કે સરકારી અધિકારીઓ ધારાસભ્યની વાત પણ નથી સાંભળતા. આ બધી ગડમથલ વચ્ચે નુકસાન વેઠવાનું તો ખેડૂતોને માથે આવ્યું. હાલ ખેડૂતો અપના હાથ જગન્નાથ સૂત્રને અપનાવી પોતાના ખર્ચે પાણીનાં નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે. ખેતરોમાંથી પાણી ઉલેચવા ખેડૂતોએ ગાંઠનાં રૂપિયા ખર્ચીને ડીઝલ પંપ મુક્યા છે.