Gujarati video : કચ્છના અંજાર માર્કેટ યાર્ડમાં વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન, કેરીના અનેક બોક્સ પલળી ગયા

|

May 30, 2023 | 2:07 PM

કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જો કે અંજાર માર્કેટ યાર્ડમાં વરસાદથી કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. વરસાદના કારણે યાર્ડમાં પડેલી કેરીના  (Mango) અનેક બોકસ પલળી ગયા છે.

સોમવારે કચ્છ (Kutch) જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જો કે અંજાર માર્કેટ યાર્ડમાં વરસાદથી કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. વરસાદના કારણે યાર્ડમાં પડેલી કેરીના  (Mango) અનેક બોકસ પલળી ગયા છે. કેરીના સંખ્યાબંધ બોકસ પલળી જતા નુકસાન થયુ છે.

આ પણ વાંચો-Gujarati video : સુરેન્દ્રનગરમા પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા પર ધાર્મિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ

કચ્છ જિલ્લામાં ગાંધીધામ, કંડલા, ભૂજમાં સોમવારે ભારે વરસાદ વરસ્યો હતો. ભૂજના વેકરિયા રણ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો મોખાણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે કચ્છમાં ત્રણ દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે અનુસાર વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન પણ થઇ રહ્યુ છે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video