Gujarati video : સુરેન્દ્રનગરમા પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા પર ધાર્મિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ

Gujarati video : સુરેન્દ્રનગરમા પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા પર ધાર્મિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 1:00 PM

સુરેન્દ્રનગરમાં જે જગ્યા નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવી છે. તેના પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ હરકતમાં આવી હતી.

Surendranagar  : રાજ્યભરમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી થઈ રહી છે. તેવા સમયે સુરેન્દ્રનગરમાં જે જગ્યા નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવી છે. તેના પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ હરકતમાં આવી હતી. સુરેન્દ્રનગરના 80 ફૂટના રોડ પર પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા પર ધાર્મિક સ્થળ ઉભુ કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો : Surendranagar : ચોટીલા હાઈવે પર મામલતદાર કચેરી નજીક અકસ્માત, ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત, જુઓ Video

અહીં રાતોરાત ધાર્મિક સ્થળ બનાવવામાં આવી રહ્યું હતું. જોકે આ અંગે જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. અને પાલિકાની ટીમને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી. તેમણે જોત જોતામાં અત્યાર સુધી કરેલું ધાર્મિક સ્થળનું બાંધકામ તોડી પાડ્યું હતું. જોકે આ દરમિયાન હોબાળો પણ મચ્યો હતો. કેટલીક સ્થાનિક મહિલાઓએ કાર્યવાહીનો વિરોધ પણ કર્યો હતો.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">