Navsari Rain : ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 27, 2024 | 5:15 PM

નવસારી શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદને લીધે પૂર્ણાની સપાટી વધી છે.

ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદને લીધે પૂર્ણાની જળ સપાટી વધી છે. 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટી 10 ફૂટથી વધીને 16.50 ફુટ સુધી પહોંચી છે. પાણીનો પ્રવાહ વધારે હોવાથી નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ છે. લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.

અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો

બીજી તરફ અમરેલીના વડીયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ વડીયામાં ભારે વરસાદને પગલે ઉજળા ગામમાં સ્થિતિ વણસી છે. ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ છે. ધસમસતા પ્રવાહમાં 6 થી 7 ગાયો તણાઈ હોવાની ઘટના બની છે. ગાયોને બચાવવાના પ્રયાસ કેમેરામાં કેદ થયા છે.