Dang News : મૂશળધાર વરસાદ બાદ તંત્રની કામગીરી, ધોવાણ થયેલા તમામ સ્ટેટ હાઇવેનું સમારકામ હાથ ધરાયું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ બાદ તંત્રની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોવાણ થયેલા તમામ સ્ટેટ હાઈવેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

બાજ ગામ પાસે બ્રિજની રેલિંગ તૂટી ગઈ હતી. વરસાદને કારણે રસ્તા પાસે 12 ફૂટ ઊંડું ધોવાણ થયું હતુ. માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા સમારકામ કરાયું હતુ. ગુજરાત-મહારાષ્ટ્રના મુખ્ય રસ્તા શરુ થતા લોકોને રાહત મળી છે.
ઉલ્લેખનીય છે, ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. આહવામાં સાડા 9 ઇંચ વરસાદ અને વઘઇમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વઘઇ-સાપુતારા રોડ પિંપરી-કાલીબેલ રોડ અને આહવા પાસેના રસ્તા પર ભૂસ્ખલન અને વૃક્ષ પડવાની ઘટનાઓ બની હતી. આ ઘણી જગ્યાએ રસ્તાનું ધોવાણ થયું હતું.જોકે, તંત્રએ સમયસરસ કામગીરી હાથ ધરતા લોકોને રાહત છે.