આજનું હવામાન : ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો ! અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો ! અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Oct 04, 2025 | 7:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે  આગામી 24 કલાકમાં સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. દરિયાકાંઠે 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રમાં ચક્રવાતના કારણે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે દક્ષિણના દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો