Surat : સુરતમાં સતત પાંચમા દિવસે ધોધમાર વરસાદ, ઉધના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ, જુઓ Video

Surat : સુરતમાં સતત પાંચમા દિવસે ધોધમાર વરસાદ, ઉધના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 21, 2025 | 12:16 PM

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. સુરતમાં સતત પાંચમાં દિવસે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. શહેરમાં ભારે વરસાદ વરસતા ઉધના વિસ્તારમાં પાણી ભરાયા હતા.

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. સુરતમાં સતત પાંચમાં દિવસે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. શહેરમાં ભારે વરસાદ વરસતા ઉધના વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રિ-મોન્સૂન કામગીરીના તંત્રના તમામ દાવા પોકળ છે. ફરી રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકજામની સમસ્યામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ભારે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. જેના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જો નવરાત્રીમાં સતત વરસાદ વરસશે તો ગરબા આયોજકોને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે.

બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે.પંચમહાલ જિલ્લાના 4 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરા, હાલોલ, કાલોલ અને જાંબુઘોડામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો ગઈકાલે હાલોલમાં 4 ઈંચ, જાંબુઘોડા તાલુકામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ગોધરા અને કાલોલ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો