Surat News : સુરતમાં જળબંબાકારની સ્થિતિ, માંગરોળના નાની પારડી ગામે મંદિરમાં ફસાયેલા 4 લોકોનું કરાયુ રેસ્ક્યુ, જુઓ Video

|

Sep 03, 2024 | 2:49 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે મંદિરમાં ફસાયેલા 4 લોકો રેસ્કયુ કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે 4 લોકો રેસ્કયુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 2 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું છે. મંદિરના પૂજારી અને મહિલાનું SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કીમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના પગલે અનેક લોકો ફસાયા છે.

નવસારીમાં 3000થી વધુ લોકોને કરાયા સ્થળાંતર

બીજી તરફ નવસારી શહેરમાં પૂર્ણ નદીએ શહેરને પાણીમાં ડુબાડી દીધું છે. શહેરના 3000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. શહેરની વિવિધ શાળાઓમાં અને વાડીઓમાં લોકોને રાખવામાં આવ્યા છે. શહેરની ટાટા બોયઝ સ્કૂલમાં સ્થળાંતરિત કરાયેલા ગધેવન અને વિદાયત નગર વિસ્તારના લોકોને સ્થળાંતરિત તો કરવામાં આવ્યા છે પરંતુ સહાય અને સુવિધા ના નામે મીંડું હોવાના કારણે લોકો આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Next Video