અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ, પાણી રસ્તા પર વહેતું થયું – જુઓ Video

અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ, પાણી રસ્તા પર વહેતું થયું – જુઓ Video

| Edited By: | Updated on: May 20, 2025 | 9:17 PM

ગુજરાતમાં ગરમીની તીવ્રતાને ઓછી કરવા માટે વરસાદ થવો બહુ જ જરૂરી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના લીલીયા ગામના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ત્યાંનાં રહેવાસીઓને ગરમીથી રાહત મળી છે.

ગુજરાતમાં ગરમીની તીવ્રતાને ઓછી કરવા માટે વરસાદ થવો બહુ જ જરૂરી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના લીલીયા ગામના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ત્યાંનાં રહેવાસીઓને ગરમીથી રાહત મળી છે.

અમરેલી જિલ્લાના લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ અમરેલીમાં કડાકા અને ભડાકા સાથે વરસાદે પડ્યો હતો.

લીલિયા સહિત તાલુકાના શેઢાવદર, ક્રાંકચ, પુંજાપદર જેવા ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જો કે, આ વરસાદથી અમરેલીના લોકોને ગરમી અને બફારાથી થોડી રાહત મળી છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. જણાવી દઈએ કે, લીલીયાના શેઢાવદર બજારોમાં પાણી નદીઓની માફક વહેતું થયું હતું.

જણાવી દઈએ કે, અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. બગસરાના નવી હળિયાદ અને જૂની હળિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

આ સિવાય સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો.  નોંધનીય છે કે, ખાંભાના ગીરના દાઢીયાળી,પીપળવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 20, 2025 06:52 PM