ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું, માત્ર 2 કલાકમાં જ નોંધાયો 11 ઈંચ વરસાદ, જુઓ Video

|

Jul 22, 2024 | 11:46 AM

ઉપલેટાના લાગ ગામમાં મેઘરાજા અનરાધાર વર્ષા છે . માત્ર 2 કલાકમાં જ 11 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. મળતી માહિતી મુજબ લોકોના ઘરો, દુકાનો, શાળા સહિત બધે જ વરસાદના પાણી ઘુસી ગયા છે.

Rajkot : ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું છે. મળતી માહિતી મુજબ લાઠ ગામમાં માત્ર 2 કલાકમાં 11 ઈંચ વરસાદ પડતા તારાજી સર્જાઈ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે લાઠ ગામમાં વાહન વ્યવહાર બંધ છે તેમજ રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થતા જનજીવન ખોરવાયું છે.

ઉપલેટાના લાઠમાં 2 જ કલાકમાં 11 ઈંચ વરસાદ

ઉપલેટાના લાગ ગામમાં મેઘરાજા અનરાધાર વર્ષા છે . માત્ર 2 કલાકમાં જ 11 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. મળતી માહિતી મુજબ લોકોના ઘરો, દુકાનો, શાળા સહિત બધે જ વરસાદના પાણી ઘુસી ગયા છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

જોકે આટલા વરસાદ પણ હજુ સતત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદના કારણે લોકો ઘરોમાં બંધ થઈ ગયા છે જનજીવન પ્રભાવિત થયુ છે. સતત પડતા વરસાદના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. લાઠ ગામના દ્વશ્યો સામે આવી રહ્યા છે. જેમાં લાઠના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તે સાથે ખેતરોમાં પણ પાણી ઘુસી ગયા છે.

Next Video