ભરૂચમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ, પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયા વાહનો, જુઓ Video
ભરૂચ શહેરના ફાટા તળાવ, ફુરજા, સેવાશ્રમ રોડ વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો ફુરજા વિસ્તારમાં વરસાદી પાણીમાં બાઈકચાલક તણાયો હોવાની પણ ઘટના સામે આવી છે. વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો તણાવા લાગ્યા છે.
રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાત મેઘરાજાએ તોફાની જમાવટ કરી છે. અનેક જિલ્લાઓમાં જળબંબાકાર થઇ ગયા છે. ત્યારે ભરૂચમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે.
ભરૂચ શહેરના ફાટા તળાવ, ફુરજા, સેવાશ્રમ રોડ વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો ફુરજા વિસ્તારમાં વરસાદી પાણીમાં બાઈકચાલક તણાયો હોવાની પણ ઘટના સામે આવી છે. વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો તણાવા લાગ્યા છે. ત્યારે ભરૂચવાસીઓને એક વર્ષ પહેલા સર્જાયેલી તબાહીનો ફરી એકવાર ડર સતાવી રહ્યો છે.
Latest Videos