વરસાદના ટીંપા માટે તરસતા ભાભરને તરબોળ કરી દીધું, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જુઓ વીડિયો

|

Jul 10, 2024 | 9:35 AM

ભાભરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ મંગળવારની સવાર સુધી નોંધાયેલો હતો. પરંતુ ભાભરના ખેડૂતોની પ્રાર્થના મેઘ રાજાએ સ્વિકારી લીધી હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાભર અને આસપાસના વિસ્તારના લોકો વરસાદના ટીંપા ટીંપા માટે તરસતા હતા, ત્યાં હવે મેઘ સવારીએ ભાભરના માર્ગો પર પાણી પાણી ભરી દીધા હતા.

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ મંગળવારની સવાર સુધી નોંધાયેલો હતો. પરંતુ ભાભરના ખેડૂતોની પ્રાર્થના મેઘ રાજાએ સ્વિકારી લીધી હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાભર અને આસપાસના વિસ્તારના લોકો વરસાદના ટીંપા ટીંપા માટે તરસતા હતા, ત્યાં હવે મેઘ સવારીએ ભાભરના માર્ગો પર પાણી પાણી ભરી દીધા હતા.

નગરના લાઠી બજાર, વાવ રોડ અને પાલનપુર રોડ પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. માર્ગો પર નદી અને સરોવર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જવા છતા સ્થાનિકો અનહદ આનંદ અનુભવી રહ્યા હતાં. મોડે મોડે પણ સારો વરસાદ વરસવાને લઈ સ્થાનિકોના ચહેરાઓ પર ખુશીઓ છવાઈ ગઈ હતી. મંગળવાર સવારે 6 કલાક સુધી સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ માત્ર 4 મિલીમીટર નોંધાયો હતો. જે સરેરાશ વરસાદના પોણો ટકો હતો. આવી સ્થિતિમાં સ્થાનિકો ચિંતા અનુભવી રહ્યા હતા.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video