આજનું હવામાન : ભારે પવન સાથે ગુજરાતના આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદ પડે તેવી આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદ પડે તેવી આગાહી છે. જો કે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પવનની ઝડપ 35 કિ.મીથી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 15 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે.
24 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના છે. નર્મદા, સાબરમતી સહિતની નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે. શિયાળામાં માવઠુ થાય તેવી શક્યતા છે.