આજનું હવામાન : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ ઓરેન્જ એલર્ટ, જુઓ Video

આજનું હવામાન : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ ઓરેન્જ એલર્ટ, જુઓ Video

| Updated on: Aug 25, 2024 | 9:40 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. તેમજ આગામી કેટલાક દિવસ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ 45થી 50 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આજે સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી – પરેશ ગોસ્વામી

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં 7 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Published on: Aug 25, 2024 08:13 AM
g clip-path="url(#clip0_868_265)">