આજનું હવામાન : ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, જુઓ Video

|

Jul 05, 2024 | 7:03 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, નર્મદા, નવસારી,સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.આ ઉપરાંત ભરૂચ, પાટણ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Published On - 7:02 am, Fri, 5 July 24

Next Video