આજનું હવામાન : આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતને મેઘરાજા ફરી એકવાર ધમરોળશે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
પરેશ ગોસ્વામીએ કરી અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગને ફરી મેઘરાજા ધમરોળે તેવી શક્યતાઓ છે.