Rajkot Rain : જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, ખેતરો પાણીમાં ગરકાવ,જુઓ Video
રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડામાં વરસાદ છે.
રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડામાં વરસાદ છે. જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામમાં ભારે વરસાદ છે. આંબરડી ,ગોડલાધાર, માધવીપુરમાં પણ ધોધમાર વરસાદની સ્થિતિ છે. જસદણમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ છે.
ખેતરો પાણીમાં ગરકાવ
બીજી તરફ રાજકોટના જસદણ શહેરમાં ગત રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જસદણના અનેક વિસ્તાર પાણી-પાણી ફરી વળ્યા છે. જસદણ શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. જૂના બસ સ્ટેશન, નવા બસ સ્ટેન્ડ, ચિતલીયા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીમાં મુકાયા હતા. ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાનની ભીતિ છે. તો ભારે વરસાદને કારણે કપાસના પાકનો ફાલ ખરી ગયો છે.