ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, જાહેર કરાયું 1419.62 કરોડનું રાહત પેકેજ, જુઓ Video

|

Oct 23, 2024 | 7:28 PM

ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1419.62 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1419.62 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

1419.62 કરોડની રાહત પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. પિયત પ્રકાર, બિન પિયત, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

33% થી વધુ નુકસાની વાળો વિસ્તાર 8 લાખ હેકટર થી વધુ છે. જેમાં મગફળી, કપાસ, ડાંગર, તુવેર સોયાબિનનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-2024 માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.

આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂપિયા 1419.62 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રૂપિયા 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂપિયા 322.33 કરોડ ચૂકવાશે.

મંત્રીએ રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓગષ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ ર૦ જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા.

આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની રૂ. 322.33 કરોડની ટોપ અપ સહાય અપાશે.

કૃષિ મંત્રી રાધવજી પટેલે કૃષિ રાહત પેકેજ માટે રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો વિશે વિસ્તૃત વિગતો આપી હતી.તદ્અનુસાર,

 

Published On - 4:55 pm, Wed, 23 October 24

Next Video