Rain News : વિરામ બાદ નવસારીમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ Video

Rain News : વિરામ બાદ નવસારીમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 22, 2025 | 1:08 PM

નવસારીમાં વરસાદના વિરામ બાદ ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. નવસારી શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ભારે વરસાદ વરસતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નવસારીમાં વરસાદના વિરામ બાદ ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. નવસારી શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ભારે વરસાદ વરસતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તેમજ ધાનેરા પોઈન્ટ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે. પાણી ભરાતા વાહનચાલકોની સાથે રાહદારી પણ અટવાયા હતા.

નવસારીના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા છે. છપરા રોડ, આશાપુરી મંદિર, મંકોડીયા વિસ્તારમાં પાણી ગરકાવ થયા છે. આ ઉપરાંત સુશ્રુષા હોસ્પિટલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ધંધા રોજગાર અર્થે જતા લોકોને પણ મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો