Dahod Rain : પાટાડુંગરી ડેમમાં પાણીની પુષ્કળ આવક, નીચાણવાળા ગામમાં અપાયું એલર્ટ, જુઓ Video

Dahod Rain : પાટાડુંગરી ડેમમાં પાણીની પુષ્કળ આવક, નીચાણવાળા ગામમાં અપાયું એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 01, 2025 | 1:33 PM

મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરતા નદી-નાળા, ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે દાહોદના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પાટાડુંગરી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેના પગલે દાહોદના 6 અને ગરબાડાના 3 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.

મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરતા નદી-નાળા, ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે દાહોદના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પાટાડુંગરી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેના પગલે દાહોદના 6 અને ગરબાડાના 3 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. જો ડેમ ભયજનક સપાટી વટાવશે તો ખાન નદીમાં પાણી છોડાશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા તમામ ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડેમ ભયજનક સપાટી વટાવશે તો ડેમમાંથી પાણી છોડવામાં આવશે. તંત્ર દ્વારા નીચાણવાળા ગામને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

બીજી તરફ મહીસાગરના ભાદર ડેમમાં પણ પાણી આવક થતા છલોછલ થયો છે. ઉપરવાસમાં ધોધમાર પડેલા વરસાદના કારણે ભાદર ડેમ 97 ટકા ભરાયો છે. ભાદર ડેમમાંથી 338 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે નીચાણવાળા 7 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. ખાનપુર, લુણાવાડા,અને વીરપુર તાલુકાના 60 ગામોને સિંચાઈનું પાણી પુરુ પાડતો ભાદર ડેમ છલોછલ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો