રાજ્યમાં ગરમીનો કહેર યથાવત! રાજકોટમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયુ, જુઓ વીડિયો

|

Mar 22, 2024 | 1:29 PM

રાજ્યમાં ગરમીના કહેર યથાવત રહે તેવી સંભાવના છે. રાજ્યમાં 40.3 ડીગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે. તેમજ રાજકોટમાં સૌથી વધુ 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચતા ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.

રાજ્યમાં ગરમીનો કહેર યથાવત રહે તેવી સંભાવના છે. રાજ્યમાં 40.3 ડીગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો  છે. તેમજ રાજકોટમાં સૌથી વધુ 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચતા ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં 38.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત કચ્છમાં અને ડીસામાં પણ તાપમાન નો પારો 38.7 ડિગ્રી નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હિટવેવ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video