રાજ્યમાં ગરમીનો કહેર, ક્યાં કેટલું તાપમાન નોંધાયું, જુઓ Video

રાજ્યમાં ગરમીનો કહેર, ક્યાં કેટલું તાપમાન નોંધાયું, જુઓ Video

| Updated on: Apr 28, 2025 | 8:53 PM

હવામાન વિભાગે ગુજરાત માટે ચોંકાવનારી આગાહી કરી છે. હવે લોકો માટે ગરમીનો માર એટલો ગંભીર બનશે કે ઘરની બહાર પગ મુકતા પણ વિચાર કરવો પડશે.

હવામાન વિભાગે ગુજરાત માટે ચોંકાવનારી આગાહી કરી છે.  હવે ગરમીનો પારો એટલો ઊંચો જશે કે લોકો ઘરની બહાર પગ મુકતા પણ વિચાર કરશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં હિટવેવની સંભાવના રહેલી છે. આ તમામે તમામ જિલ્લામાં ગરમીનું મોજૂ ફરી વળશે. આની સાથોસાથ હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આજે પણ રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. રાજકોટમાં સમગ્ર ગુજરાતની સૌથી વધુ અને વિક્રમી 46.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

વધુમાં આજે કંડલા પોર્ટમાં 45.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.8 ડિગ્રી, અમરેલીમાં 44.1 ડિગ્રી અને અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 43.2, ભાવનગરમાં 42.2 અને ભુજમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકોમાં ઉકળાટનો માહોલ સર્જાયો છે. ડીસામાં પણ પારો 41.6 ડિગ્રી અને વડોદરામાં 40.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 28, 2025 08:33 PM