આજનું હવામાન : ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જુઓ Video

| Updated on: Mar 25, 2025 | 7:53 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કરવો પડે છે. રાજ્યના અનેક શહેરોમાં અગનભઠ્ઠી જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થાય તેવી આગાહી કરી છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

આજે અમરેલી, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી રહે તેવી શક્યતા છે. આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં માવઠાની શક્યતા

માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે, અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.

હવામાનના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us