ભાવનગર : નવો વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જેટલો ખતરનાક નથી : આયુર્વેદ નિષ્ણાત

ભાવનગરના આયુર્વેદિક ડૉક્ટર મહેન્દ્ર સરવૈયાએ લોકોને કફ ન થાય તેવી ચીજવસ્તુઓનું સેવન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરમાં ગભરાવાની જરૂર નથી. નવો વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જેટલો ખતરનાક નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:17 PM

ત્રીજી લહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આયુર્વેદના નિષ્ણાતોએ લોકોને અત્યારથી જ ખાવા-પીવાની બાબતમાં ધ્યાન રાખવા અપીલ કરી છે. ભાવનગરના આયુર્વેદિક ડૉક્ટર મહેન્દ્ર સરવૈયાએ લોકોને કફ ન થાય તેવી ચીજવસ્તુઓનું સેવન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરમાં ગભરાવાની જરૂર નથી. નવો વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જેટલો ખતરનાક નથી. ઘરે જ સાજા થઈ જવાય છે. મોટાભાગના લોકો ઘરેથી જ સાજા થઈ જાય છે. તેમનું કહેવું છે કે આયુર્વેદના ઘરગથ્થુ ઉપચારોથી કોરોનાને રોકી શકાય છે.

ભાવનગરમાં કોરોનાને લઇને હોસ્પિટલ તંત્ર સજ્જ

ભાવનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે હજુ લોકોને મોટાપ્રમાણમાં દાખલ કરવાની સ્થિતિ નથી. પરંતુ તૈયારીના ભાગરૂપે શહેર અને જિલ્લાની સરકારી હોસ્પિટલોને સજ્જ કરી દેવાઈ છે. પરિસ્થિતિ બેકાબૂ થાય તો તેને પહોંચી વળવા હોસ્પિટલોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરી દેવાઈ છે.ભાવનગર જિલ્લા સિવાય બોટાદ, અમરેલી અને ઉના સુધીના દર્દીઓ ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતે આવતા હોય છે. જેને લઇને બીજી લહેરમાંથી શીખ લઈને તંત્ર દ્વારા સર.ટી.હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના ૮૫૦ બેડ, વેન્ટિલેટર સાથેના 250 બેડ તૈયાર કરાયા છે. મહત્વનું છે કે ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે..દર કલાકે 3 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં રિકવરી રેટ 97.15 ટકા અને જિલ્લામાં ઘટીને 97.32 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરને લઇને પોલીસનું કડક ચેકિંગ, હોસ્પિટલ તંત્ર સજ્જ

આ પણ વાંચો : VADODARA: પાથરણવાળાથી વેપારીઓ તોબા પોકારી ગયા, સમસ્યાના ઉકેલ માટે કર્યું એવું કે તંત્ર દોડતું થયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">