ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવસારી જિલ્લાના પ્રવાસે, સુરત રેલવે સ્ટેશનની ઘટનાને લઈ આપ્યું નિવેદન, જુઓ વીડિયો

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવસારી જિલ્લાના પ્રવાસે, સુરત રેલવે સ્ટેશનની ઘટનાને લઈ આપ્યું નિવેદન, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 6:37 PM

આજે નવસારી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જે દરમ્યાન સુરતમાં બનેલી રેલવે સ્ટેશન ઘટના મામલે નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું, જે ઘટના બની છે તે બાબતે યોગ્ય તપાસ કરાશે દિવાળીના કારણે જનરલ ટીકીટમાં જવા વાળાની સંખ્યા વધુ છે. સ્ટેશન પર 200 જેટલા વધારાના જવાનો આવી ચૂક્યાં છે અને અન્ય 50ને બોલાવ્યા છે. દિવાળી ને લઈ રેલવે પ્રશાશન દ્વારા 24 સ્પેશિયલ ટ્રેન મુકાઈ છે.

આજે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવસારી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. સમાજના ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોમાં તેઓએ  હાજરી આપી હતી. શહેરના શાંતદેવી રોડ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં દર્શન કરી જૈન અગ્રણીઓ સાથે મુલાકાત કરી. દેરાસરમાં જૈન મુનિઓના આશીર્વાદ પણ લીધા હતા.

આ પણ વાંચો : દિવાળી પહેલા વતન જવાની ઉતાવળમાં લોકોની જીવના જોખમે મુસાફરી, જુઓ વીડિયો

આ દરમ્યાન સુરત રેલ્વે સ્ટેશના પર બનેલી ઘટનાને લઈ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. જેમાં સુરત રેલવે સ્ટેશન પર એક યાત્રીનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. તેમણે કહ્યું કે જે ઘટના બની છે તે બાબતે યોગ્ય તપાસ કરાશે. દિવાળીના કારણે જનરલ ટીકીટમાં જવા વાળાની ભીડ વધી જતાં ઘટના બની છે. ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનર, સુરત. કલેકટર ,ગૃહમંત્રી તેમજ પોલીસ અધિકારીઓની મિટિંગ મળી પણ મળી હતી.

હર્ષ સંઘવીએ કહ્યું કે RPF રેલવે પોલીસને અગત્યની સૂચના આપવામાં આવી છે. રેલવે પ્લેટફોર્મ ,રેલવે સ્ટેશન અને ટ્રેન ની અંદર પણ યોગ્ય વ્યવસ્થા કરાશે તેવું પણ જણાવ્યુ હતું. 200 જેટલા વધારાના જવાનો આવી ચૂક્યાં છે અને અન્ય 50ને બોલાવ્યા છે. દિવાળી ને લઈ રેલવે પ્રશાશન દ્વારા 24 સ્પેશિયલ ટ્રેન મુકાઈ છે. ખાસ વૃદ્ધો અને બાળકોને ખલેલ ના પહોંચે તે ધ્યાન રાખવા પણ તાકીદ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 11, 2023 06:37 PM
g clip-path="url(#clip0_868_265)">