Breaking News : હર્ષ સંઘવીએ 185 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા કરી એનાયત, જુઓ Video

Breaking News : હર્ષ સંઘવીએ 185 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા કરી એનાયત, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2025 | 2:49 PM

આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપી છે. ત્યારે હર્ષ સંઘવીએ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી છે. આત્મિય કોલેજ ઓડિટોરીયમ હોલમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકોને નાગરિકતા આપી છે. 185 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

હર્ષ સંઘવીએ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા એનાયત કરી છે. રાજકોટ, કચ્છ અને મોરબીમાં રહેતા શરણાર્થીઓ હવે ભારતીય નાગરિક બન્યા છે. અનેક પરિવારો પોતાનો જીવ બચાવી ભારત આવ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. માનવ અધિકારીની વાતો કરતા લોકોએ પાકિસ્તાનમાં જોવું જોઈએ છે.

185 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 185 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ આ શરણાર્થી પરિવારોને નાગરિકતા પ્રદાન કરી. આ શરણાર્થીઓ રાજકોટ, કચ્છ અને મોરબીમાં રહેતા હતા અને પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બન્યા બાદ ભારત આવ્યા હતા.

હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર, આ પરિવારોએ પોતાના ઘર, કારોબાર અને મિલકતો છોડીને પોતાના જીવનનું રક્ષણ કરવા માટે ભારતમાં શરણ લીધું હતું. આ નિર્ણયથી આ શરણાર્થીઓને ભારતમાં નવા જીવનની શરૂઆત કરવાનો માર્ગ મળશે. આ ઘટના ગુજરાતમાં માનવતા અને શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 25, 2025 02:49 PM