ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન, અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા હતા રમેશભાઈ સંઘવી
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે.હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું માંદગીના કારણે નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશભાઈ સંઘવીની સારવાર ચાલી રહી હતી.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે.હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું માંદગીના કારણે નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશભાઈ સંઘવીની સારવાર ચાલી રહી હતી. તેમને ત્રણ દિવસથી ICUમાં દાખલ રાખવામાં આવ્યા હતા.
ઘણા સમયથી રમેશભાઈ સંઘવી બીમાર રહેતા હતા. કોરોનાકાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવાયા હતા. જો કે છેલ્લા ત્રણ દિવસથી સુરતની યુનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના નિધનના સમાચાર સાંભળીને પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. પિતાની ખરાબ તબિયતના પગલે છેલ્લા ત્રણ દિવસથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.
રમેશભાઈ સંઘવી અનેક સેવાભાવી કાર્યો સાથે સંકળાયેલા હતા. તેઓ હીરાના વ્યવસાય સાથે અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. જૈન સમાજનમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની આગવી ઓળખ હતી. સુરતના ઉમરામાં આજે સાંજે 5 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.