Surat : જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખવા ધોકો અને ઝાડુ ઉપાડો, હર્ષ સંઘવીએ મહિલાઓને આપી અનોખી સલાહ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 12, 2025 | 9:24 AM

સુરત શહેર સ્વચ્છતા માટે જાણીતું છે. પરંતુ કેટલાક લોકો પાન- મસાલા ખાઈને શહેરમાં ગમે ત્યાં પિચકારી મારતા હોય છે. ત્યારે આવા પુરુષોની શાન ઠેકાણે લાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને અનોખી સલાહ આપી છે.

સુરત શહેર સ્વચ્છતા માટે જાણીતું છે. પરંતુ કેટલાક લોકો પાન- મસાલા ખાઈને શહેરમાં ગમે ત્યાં પિચકારી મારતા હોય છે. ત્યારે આવા પુરુષોની શાન ઠેકાણે લાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને અનોખી સલાહ આપી છે. સુરતમાં આયોજિત મહિલા સંમેલનમાં ગૃહરાજ્ય પ્રધાને બહેનોને ટકોર કરી કે દરેક બહેન પાસે ઝાડુ અને ધોકો હશે તેનો ઉપયોગ કરીને જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કંટ્રોલમાં રાખો.

જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખો – હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ મહિલાઓને સલાહ આપતા કહ્યું કે સોસાયટીમાં બેઠા- બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારતા હોય ત્યારે બહેનો ધોકો લઈને બહાર નીકળી મેથી પાક ચખાડવાની સલાહ આપી છે. આ સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું કે જો બહેનો તમે આવુ કરશો તો કોઈ પણ પુરુષ જાહેરમાં પિચકારી મારવાની હિંમત નહીં કરે.

Published on: Jan 12, 2025 09:22 AM