AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: હાલોલમાં જળબંબાકારની સ્થિતિ, માત્ર 2 કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ-Video

Panchmahal: હાલોલમાં જળબંબાકારની સ્થિતિ, માત્ર 2 કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2025 | 11:25 AM
Share

હાલોલમા સવારનાં 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે હાલોલમાં અનેક નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણી ભરાયા છે.

ભાદરવાની શરુઆતથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસોમાં ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં ભારેથી અતીભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે પંચમહાલના હાલોલમાં 2 જ કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.

હાલોલમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો

તમને જણાવી દઈએ કે હાલોલમા સવારનાં 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે હાલોલમાં અનેક નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણી ભરાયા છે.

હાલોલ જળમગ્ન બન્યું

હાલોલમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન જનજીવન ખોરવાયું છે. ઘુંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર બે જ કલાકમાં હાલોલો જળમગ્ન બન્યું છે. ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. હાલોલ સહિત આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

હાલોલ વડોદરા ફાયર સ્ટેશન પાસે ઘુંટણસમા પાણી

વરસાદી પાણીમાં એસટી બસ ખોટકાતા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે, તે સાથે હાલોક વડોદરા પાસેના ફાયર સ્ટેશન પાસે પણ ઘુંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(Input- Nikunj Patel)

Published on: Aug 30, 2025 10:56 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">