Breaking News: થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે પડ્યો વરસાદ, જુઓ Video

Breaking News: થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે પડ્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: May 04, 2025 | 9:33 AM

ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ થયું છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના થરાદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે.

ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ થયું છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના થરાદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. મોરથલ સહિતના ગામડાઓમાં કરા પડ્યા છે. ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદ પડતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી છે.

4 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર 4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.

5 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?

ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર,ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ,દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો