Rain News : છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ નવસારીના જલાલપોરમાં વરસાદ નોંધાયો, જુઓ Video

Rain News : છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ નવસારીના જલાલપોરમાં વરસાદ નોંધાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 23, 2025 | 10:36 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.54 ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે નવસારીમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 2.20 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવીમાં 2.13 ઈંચ અને તાપીના વલોડમાં 2.01 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતના 11 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં તો સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરતનો સમાવેશ થાય છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ છે.

તો એવી પણ સંભાવના છે કે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગે કાલથી એટલે કે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. મહત્વનું છે કે, રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ છે. તો સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સામાન્યથી 46 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો