Gujarati Video : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમાર પોતાના વતન પહોંચ્યા

|

May 15, 2023 | 8:39 AM

પાકિસ્તાનની (Pakistan) જેલ માંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારોને વડોદરા પહોંચ્યા હતા. તમામ માછીમારો અમૃતસર થી ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા.

પાકિસ્તાનની (Pakistan) જેલ માંથી મુક્ત થયેલા 184  ગુજરાતી માછીમારોને વડોદરા પહોંચ્યા હતા. તમામ માછીમારો અમૃતસર થી ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન ઉપર મત્સ્યઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલ,સચિવ ભીમજીયાની, મત્સ્યઉદ્યોગ નિયામક નીતિન સાંઘવાન માછીમારોને આવકારી સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ તમામ માછીમારોને બસ મારફતે વેરાવળ રવાના કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Banko of Baroda ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી આ નિયમોનું પાલન નહિ કરો તો અટકી શકે છે તમારા ચેકનું પેમેન્ટ

આ ઉપરાંત સયાજીગંજ ના ધારાસભ્ય કેયુર રોકડીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહ સહિત ના મહાનુભાવો માછીમારો ને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા. ચાર પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોએ તેમની વ્યથા વ્યક્ત કરી હતી. ભારત પાછા ફરેલા માછીમારો માંથી અનેક માછીમારોએ જણાવ્યુ હતુ કે ” અમારો નવો જન્મ થયો હોય તેમ અમને લાગી રહ્યું છે” ચારથી વર્ષથી પાકિસ્તનાની જેલમાં પોતાના પરિવારથી દૂર દૂર રહેલા માછીમારો પોતાના વતન પહોંચતા જ આનંદ વિભાર જોવા મળ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:51 am, Mon, 15 May 23

Next Video