ગુજરાતીઓ મીઠાં હોય છે એટલે બીજા રાજ્યોના લોકોને કોઈ તકલીફ નહીં પડે- ફાલ્ગુન મહોત્સવમાં CMનું નિવેદન

|

Mar 23, 2024 | 11:48 PM

અમદાવાદના હાંસોલ ખાતે હિંદી ભાષી મહાસંઘ દ્વારા ફાલ્ગુન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે તેમના સંબોધનમાં સીએમએ ગુજરાતીઓની લાક્ષણિક્તા અંગે જણાવ્યુ કે ગુજરાતીઓ મીઠાં હોય છે એટલે બીજા રાજ્યોના લોકોને કોઈ તકલીફ નહીં પડે.

ગુજરાતીઓ મીઠાં હોય છે એટલે બીજા રાજ્યોના લોકોને કોઇ તકલીફ નહીં પડે. આ નિવેદન આપ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. અમદાવાદના હાંસોલ ખાતે હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજિત ફાલ્ગુન મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસની વાત કરી. સાથે જ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વસેલા લોકોને હાકલ કરી કે આપણે એકબીજાના થઇને રહેવાનું છે. તેઓએ દાવો કર્યો કે ગુજરાતમાં આવ્યા તે ગુજરાતના થઇને રહ્યા છે.

મુખ્યમંત્રીએ જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. આ તકે સીએમએ બિહાર દિવસ અને હોળી પર્વની તમામ હિંદી ભાષીઓને શુભેચ્છા પાઠવી હતી. હિંદી મહાસંઘને પણ તેમણે ફાલ્ગુન મહોત્સવના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સીએમએ જણાવ્યુ કે તહેવારની ઉજવણી ભાતીગત રીતે કરવી જરૂરી છે. તેમણે કહ્યુ કે ગુજરાતમાં બિહાર દિવસની ઉજવણી એ જ દર્શાવે છે કે બંને રાજ્યોના સંબંધો કેટલા ગાઢ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે આપણે સહુ પીએમ મોદીના વિકસીત ભારતના સંકલ્પને વિકસીત ગુજરાતથી પૂર્ણ કરીશુ.

આ પણ વાંચો: ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આ કંપનીના સૌથી મોટા ‘ઈરિકા’ જહાજમાં થઈ 50 લાખની લૂંટ- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:48 pm, Sat, 23 March 24

Next Video