કુવૈતથી કોચી પહોંચેલા ગુજરાતી યુવકે વીડિયો કોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્યો, જુઓ

|

Jun 23, 2024 | 6:19 PM

કુવૈતથી 14 ભારતીયો સાથે વિજયનગરનો અલ્પેશ પટેલ પણ કેરળના કોચી પહોંચી ગયો. તેને એ પણ ખબર ના હતી કે, તે ક્યાં ઉતર્યો છે. પહેર્યા કપડે અને ભૂખે-તરશે કોચી પહોંચી અલ્પેશ પરિવારના સંપર્ક માટે ભટકતો ફર્યો. એક દુકાનદારે વાત કરાવવા પ્રયાસ કર્યો, TV9ની ટીમે વીડિયો કોલ કરાવી પરિવાર સાથે વાત કરાવી.

કુવૈતમાં હજુ પણ 7 જેટલા ગુજરાતી શ્રમિક યુવકો અટવાયેલા છે. જેને લઈ તેમના પરિવારજનો રડી રડીને દિવસો પસાર કરી રહ્યા છે, કે તેમના સ્વજન સાથે સંપર્ક થઈ શકે. આ દરમિયાન 10 પૈકી સૌ પ્રથમ ભારત પહોંચવાની જેની ખબર મળી છે એ ગુજરાતી યુવક અલ્પેશ રમણલાલ પટેલે વીડિયો કોલથી પોતાના પરિવાર સાથે રવિવારે વાત કરી હતી.

આ વાતચીત ટીવી9ની ટીમે વીડિયો કોલ કરીને કરાવી હતી. જે દરમિયાન અલ્પેશે બતાવ્યું હતુ કે, તેમને સાત દિવસથી નજર કેદ સ્વરુપ રાખ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ સહિતની ચીજો લઈ લેવામાં આવી હતી. તેઓ માત્ર પહેર્યા કપડાએ જ સ્વદેશ પરત ફર્યા છે.

ભૂખ્યા-તરસ્યા પરેશાન શ્રમિકો

અલ્પેશે કહ્યું કે તેમની સાથે અન્ય 13 ભારતીય પરત ફર્યા છે અને તે કોચી એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમની પાસે ખિસ્સામાં નથી અને ખાવા-પીવાની અને ઘરે સંપર્ક કરીને પૈસા કે ભાડું મંગાવવાની પણ સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન સ્થાનિકોની મદદ અને અલ્પેશ પાસે ખિસ્સામાંથી મળેલ રકમથી ભૂખ્યા તરસ્યા શ્રમિકોને જમાડવામાં આવ્યા હતા. જે તેણે વીડિયોકોલના માધ્યમથી દર્શાવ્યું હતું.

લગભગ પાંચસોથી વધારે ભારતીય શ્રમિકોની ઇરાકમાં અટકાયત કરવામાં આવી છે. જેમાં 10 ગુજરાતી શ્રમિકો પણ સામેલ છે. જેઓનો છેલ્લા સાત આઠ દિવસથી તેમના પરિવારજનો સાથે કોઈ જ સંપર્ક થઈ શકતો નહોતો. જોકે રવિવારે ત્રણ યુવકો ભારત પરત ફર્યાના સમાચાર મળતા જ કેટલેક અંશે રાહત સર્જાઈ છે. જોકે હવે આ ત્રણ યુવકોના પરિવારને ખુશી સાથે ગમ એ વાતનો છે કે, હવે રોજગારી અને કુવૈત જવા કરેલ ખર્ચના દેવાના ડુંગરને પહોંચવા માટે શું કરવું.

 

મોડી રાત્રે ઘરે પહોંચશે

જોકે હાલ તો ત્રણ યુવકોના પરત ફરવાના સમાચારથી વિજયનગરમાં રાહત પહોંચી છે. જેમાં બે યુવક જાલેટી ગામના છે. તો એક યુવક અલ્પેશ પટેલ દઢવાવનો છે. અલ્પેશ વહેલી સવારે કેરળના કોચી પહોંચીને પરિવારને ફોન કરતા રાહત સર્જાઈ છે. જોકે તેની પાસે ઘરે પહોંચવા ભાડું નહીં હોવાને લઈ પરિવારજનોએ ભાડાની વ્યવસ્થા કરીને ટિકિટ મોકલાવી છે. જે હવે કોચીથી મોડી રાત્રે મુંબઈ અને ત્યાંથી અમદાવાદ પહોંચશે. આમ અલ્પેશ હેમખેમ હવે ગુજરાત પરત ફરશે.

અલ્પેશ છ માસ અગાઉ કુવૈત પહોંચ્યો હતો અને હવે પરત ફર્યો છે. આ દરમિયાન જોકે ત્રણ પરિવારોના ઘરે અજાણ્યા નંબરથી રવિવારની સવારે ફોન રણક્યા હતા. જેમાં તેઓને રાહતના સમાચાર મળ્યા હતા. જોકે હજુ 7 પરિવારોના ઘરમાં આંસુ સુકાતા નથી.

500 ની કરાઈ હતી અટકાયત

લગભગ પાંચસોથી વધારે ભારતીય શ્રમિકોની ઇરાકમાં અટકાયત કરવામાં આવી છે. જેમાં 10 ગુજરાતી શ્રમિકો પણ સામેલ છે. જેઓનો છેલ્લા સાત આઠ દિવસથી તેમના પરિવારજનો સાથે કોઈ જ સંપર્ક થઈ શકતો નહોતો.

જોકે રવિવારે ત્રણ યુવકો ભારત પરત ફર્યાના સમાચાર મળતા જ કેટલેક અંશે રાહત સર્જાઈ છે. જોકે હવે આ ત્રણ યુવકોના પરિવારને ખુશી સાથે ગમ એ વાતનો છે કે, હવે રોજગારી અને કુવૈત જવા કરેલ ખર્ચના દેવાના ડુંગરને પહોંચવા માટે શું કરવું.

ત્રણ ગુજરાતી સ્વદેશ પરત ફર્યા

જોકે હાલ તો ત્રણ યુવકોના પરત ફરવાના સમાચારથી વિજયનગરમાં રાહત પહોંચી છે. જેમાં બે યુવક જાલેટી ગામના છે. તો એક યુવક અલ્પેશ પટેલ દઢવાવનો છે. અલ્પેશ વહેલી સવારે કેરળના કોચી પહોંચીને પરિવારને ફોન કરતા રાહત સર્જાઈ છે. જોકે તેની પાસે ઘરે પહોંચવા ભાડું નહીં હોવાને લઈ પરિવારજનોએ ભાડાની વ્યવસ્થા કરીને ટિકિટ મોકલાવી છે. જે હવે કોચીથી મોડી રાત્રે મુંબઈ અને ત્યાંથી અમદાવાદ પહોંચશે. આમ અલ્પેશ હેમખેમ હવે ગુજરાત પરત ફરશે.

જોકે પરિવારજનોને એ ચિંતા છે તે તેઓએ તેમના પુત્રને કુવૈત કમાણી કરવા માટે દેવા કરીને મોકલેલ હતો, પરંતુ આ તો ત્યાં પહોંચીને ફસાઈ ગયો છે. અલ્પેશ છ માસ અગાઉ પહોંચ્યો હતો અને હવે પરત ફર્યો છે.

આ પણ વાંચો:  કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:06 pm, Sun, 23 June 24

Next Video