Gujarati Video : આણંદના ઉમરેઠમાં હિન્દુ યુવતીઓની છેડતી અંગે મામલો બન્યો ઉગ્ર, ઘર્ષણના CCTV સામે આવ્યા
આણંદના ઉમરેઠમાં હિન્દુ યુવતીઓની છેડતી અંગે મામલો વધુ તંગ બન્યો છે. છેડતીની ઘટના બાદ હિન્દુ અને વિધર્મી યુવકો વચ્ચે થયેલા ઘર્ષણના CCTV સામે આવ્યા છે.
Anand : આણંદના ઉમરેઠમાં હિન્દુ યુવતીઓની છેડતી અંગે મામલો વધુ તંગ બન્યો છે. છેડતીની ઘટના બાદ હિન્દુ અને વિધર્મી યુવકો વચ્ચે થયેલા ઘર્ષણના CCTV સામે આવ્યા છે. જયાં હિન્દુ અને મુસ્લિમ કોમના યુવકો લાકડીઓ લઈને ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો. ઘર્ષણ અંગે 8 હિન્દુ યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે.
આ પણ વાંચો : Anand: આધુનિક સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશે, લોકોને વધુ સુવિધા મળશે
ઉશ્કેરાયેલા હિન્દુ સમાજે મોડી રાત્રે બેઠક યોજી હતી. બેઠકમાં નક્કી થયા મુજબ આજે બપોરે હિન્દુ સમાજ તમામ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપશે. ઘટનાની વાત કરીએ તો, બે દિવસ અગાઉ વિધર્મી યુવકોએ હિન્દુ યુવતીઓની છેડતી કરી હતી. યુવતીઓને ધમકી આપતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા. જેથી છેડતી કરનાર શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સગીરાઓના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે વિધર્મી યુવકોની ધરપકડ કરી હતી.
આણંદ અને ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
