Gujarati Video : અમદાવાદના ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કામોને મંજૂરી, અંદાજે 9 કરોડના ખર્ચે તૈયાર થશે 20 મકાન
અમદાવાદની ઐતિહાસિક ઓળખ એવા ગાંધી આશ્રમનું કરોડો રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. જ્યાં આશ્રમાં રહેતા લોકોને આશ્રમની આસપાસ ઘર આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગાંધી આશ્રમ ( Gandhi Ashram )રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદની ઐતિહાસિક ઓળખ એવા ગાંધી આશ્રમનું કરોડો રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. જ્યાં આશ્રમાં રહેતા લોકોને આશ્રમની આસપાસ ઘર આપવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad: ITC નર્મદામાં થયેલી ચોરીની ઘટનામાં બે આરોપીની ધરપકડ, બે દિવસ પહેલા મીટિંગ રૂમમાંથી આઈપેડની થઈ હતી ચોરી
આ રીડેવલપમેન્ટમાં 42.89 લાખના ખર્ચે એક મકાન એવા 20 મકાન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 9 કરોડના ખર્ચે 20 મકાન તૈયાર કરવામાં આવશે. તૈયાર થયેલા મકાનો ગાંધી આશ્રમના રહિશોને આપવામાં આવશે. ગાંધી આશ્રમ વિસ્તારમાં 20 રેસિડેન્સિયલ યુનિટના કન્સ્ટ્રકશન માટે એક મહિના પહેલા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતું.
આ અગાઉ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટના મુદ્દાને લઈ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમને ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવી રજુઆત કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
