Gujarati Video : દક્ષિણ ગુજરાતમાં માવઠાથી કેરીના પાકને વ્યાપક નુકસાન, ભારે વરસાદના લીધે ખરી ગયા મોર

| Edited By: | Updated on: Mar 07, 2023 | 2:35 PM

Surat: દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને વ્યાપક નુકસાન પહોચ્યુ છે. એક લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. ભારે પવન અને વરસાદના લીધે કેરીના પાકના મોરવા તૂટી પડ્યા છે.

રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની જાણે માઠી બેઠી છે. માવઠાને કારણે ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાથી કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. એક લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીના પાકના મોરવા તૂટી પડ્યા છે. રાજ્ય સરકાર ઝડપથી સર્વે કરી સહાય ચુકવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્યથી છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. જ્યારે 1 ડિગ્રી તાપમાન ઉપર નીચે રહી શકે છે. અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી છે તો બીજી તરફ રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં કરા પડવાની પણ સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, અને સુરતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા પણ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ છવાયો છે.

આ પણ વાંચો: Breaking News: રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, રાજકોટ, અમરેલી, બનાસકાંઠામાં કરા પડવાની સંભાવના

3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી

હાલમાં ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન છે. જે 9 માર્ચ બાદ ત્રણ ડિગ્રી જેટલુ તાપમાન વધી શકે છે. એપ્રિલમાં વરસાદને લઈને ફોરકાસ્ટ થશે. માર્ચ એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ સાથે હેલસ્ટ્રોમ થવાની પણ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે.

Published on: Mar 07, 2023 09:16 AM