Gujarati Video: H3N2 વાયરસને લઈને ચિંતા કરવાની નથી જરૂર, જાણો પલ્મોનોલોજિસ્ટ મુકેશ પટેલે કોને સાવચેત રહેવા જણાવ્યુ ?

|

Mar 20, 2023 | 12:46 PM

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસીસમાં અને વાયરલ કેસમાં ઉછાળો આવ્યો છે. જેમા ખાસ કરીને વાયરલ કેસમાં તદ્દન અલગ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ લક્ષણો અંગે TV9 ગુજરાતી દ્વારા જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉ મુકેશ પટેલે સાથે ખાસ વાતચીત કરવામાં આવી.

રાજ્યમાં છેલ્લા માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે રાજ્યમાં ડબલ ઋતુને પગલે વાયરલ કેસ પણ વધ્યા છે. જેમા આ વખતે જે વાયરલ કેસ સામે આવી રહ્યા છે. તેમા અલગ પ્રકારના જ લક્ષણો દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. જેમા શરીર તૂટવુ, લાંબા સમય સુધી ખાંસી રહેવી જેવા ખાસ લક્ષણો જોવા મળી રહ્યા છે. આ અંગે TV9 ગુજરાતી દ્નારા જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉ મુકેશ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી.

H3N2ના કેસમાં ચિંતાજનક વધારો

TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં ડૉ મુકેશ પટેલે જણાવ્યુ કે હાલ ગુજરાતમાં કોરોના H3N2ના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 20થી30 ટકા દર્દીઓ વધ્યા છે. જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર મુકેશ કહ્યુ કે કોરોના અને H3N2ના કેસને લઈને ચિંતા કરવાની જરૂર નથી. મોટાભાગના દર્દીઓને ટેસ્ટની જરૂર નથી. જે લોકો પહેલાથી જ કેન્સર, કિડની, ટીબીની બીમારી ધરાવતા હોય તેવા દર્દીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. બાકી તો મોટાભાગના લોકો સામાન્ય સારવારથી જ સાજા થઈ જાય છે.

દરેક દર્દીને ટેસ્ટની કે એન્ટીબાયોટિક લેવાની જરૂર નથી

જો તાવ, શરદી, ઉધરસ અને ગળામાં દુ:ખાવો હોય તો આરામ કરવાની સાથે વધુ પ્રવાહીવાળો ખોરાક લેવો જરૂરી છે. જ્યારે હાઈરિસ્ક દર્દી હોય, તેનુ ઓક્સિજન લેવલ ઓછુ થતુ જતુ હોય અને જ્યારે સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય ત્યારે જ દર્દીઓ ટેસ્ટ કરાવવો જોઈએ તેમ ડૉ મુકેશ પટેલે જણાવ્યુ હતુ. ટેસ્ટિંગ અંગે ડૉ મુકેશ પટેલે જણાવ્યુ કે દરેક દર્દીને ટેસ્ટની જરૂર નથી હોતી એ જ ટ્રીટમેન્ટમાં પણ દરેક દર્દીને એન્ટી વાયરલ કે એન્ટી બાયોટિક લેવાની પણ જરૂરિયાત નથી હોતી.

આ પણ વાંચો: Coronavirus: કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધારે પ્રભાવિત કરે તે જરુરી નથી, AIIMSનાં ડાયરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કર્યો ખુલાસો

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

Published On - 12:43 pm, Mon, 20 March 23

Next Video