Coronavirus: કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધારે પ્રભાવિત કરે તે જરુરી નથી, AIIMSનાં ડાયરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કર્યો ખુલાસો
Coronavirus : કોરોનાવાયરસ મહામારી વચ્ચે દેશમાં મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ ઇન્ફેકશનના વધતા કેસ સૌ કોઇને હેરાન કરી રહ્યા છે. એવામાં એઇમ્સ નવી દિલ્લીના ડાયરેક્ટર ડૉ.રણદીર ગુલેરિયાએ કહ્યુ કે ફંગલ સંક્રમણને રોકવા માટે આક્રામક રીતે કામ કરવાની જરુર છે. તેમણે જણાવ્યુ કે કોરોનાસંક્રમણના કેસ ઓછા આવશે તો ફંગલ સંક્રમણના કેસ પણ ઓછા થવાની સંભાવના છે.

Coronavirus : કોરોનાવાયરસ(Coronavirus) મહામારી વચ્ચે દેશમાં મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) અથવા બ્લેક ફંગસ ઇન્ફેકશનના વધતા કેસ સૌ કોઇને હેરાન કરી રહ્યા છે. એવામાં એઇમ્સ નવી દિલ્લીના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે ફંગલ સંક્રમણને રોકવા માટે આક્રમક રીતે કામ કરવાની જરુર છે. તેમણે જણાવ્યુ કે કોરોના સંક્રમણના કેસ ઓછા આવશે તો ફંગલ સંક્રમણના કેસ પણ ઓછા થવાની સંભાવના છે.
પટના મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં ગુરુવારે સફેદ ફંગસના ચાર કેસ વિશે જાણકારી મળી આ દરમિયાન એઇમ્સના ડાયરેક્ટરે કહ્યુ કે સૌથી મહત્વપૂર્ણ વાત એ યાદ રાખવાની છે કે મ્યુકરમાઇકોસિસ એક કાળી ફંગસ નથી, ફંગલ સંક્રમણથી ત્વચાનો રંગ ફીકો પડી જાય છે કારણ કે લોહીનો સપ્લાય ઓછો થઇ જાય છે. એવામાં એવુ લાગે છે કે એ ભાગ કાળો થઇ ગયો છે એટલે આ નામ આવ્યુ છે.
તેમણે કહ્યુ કે જે લોકોને આ સંક્રમણને વધારે ખતરો છે તેમણે સુગર લેવલને નિયંત્રણમાં રાખવાની જરુર છે. આપણે સ્ટીરોઈડના ઉપયોગને લઇને સાવધાન રહેવુ પડશે. આનો જલ્દી ઉપયોગ ન કરવો જોઇએ કારણ કે આ આંકડા છે જે બતાવે છે કે સ્ટીરોઈડના શરુઆતના ઉપયોગથી બેક્ટીરિયા અને ફંગલ બંનેના સંક્રમણનો ખતરો થાય છે. સ્ટીરોઈડના ડોઝ અને અવધિ પર પણ બારીકાઇથી નજર રાખવાની જરુર છે.
ગુલેરિયાએ કહ્યુ કે અમારી પાસે બાળકો માટે અમુક હદ સુધી સુરક્ષા હશે કારણ કે બાળકો માટે રસી પરીક્ષણ થઇ રહ્યુ છે અને ડેટા જલ્દી બહાર આવવો જોઇએ. વધારે વેક્સીનોલોજિસ્ટ વિચારે છે કે વેક્સીન બાળકો માટે સુરક્ષિત હોવી જોઇએ. આશા છે કે આવનારા 3-4 મહીનામાં બાળકો માટે વેક્સીનને મંજૂરી મળી જશે.