Gujarati Video : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ફલકું ડેમમાંથી છોડાયું પાણી, નીચાણવાળા ગામોમાં અપાયું એલર્ટ

Gujarati Video : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ફલકું ડેમમાંથી છોડાયું પાણી, નીચાણવાળા ગામોમાં અપાયું એલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:10 AM

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાા ફલકું ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. મળતી માહિતી મુજબ, હાલ ફલકુ ડેમમાં સમારકામ ચાલી રહ્યું છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાા ફલકું ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. મળતી માહિતી મુજબ, હાલ ફલકુ ડેમમાં સમારકામ ચાલી રહ્યું છે. અને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી કોઇ મોટી દુર્ઘટના ન બને તે માટે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા, ઇસ્દ્રા, વાવણી ગામના લોકોને સૂચના આપવામાં આવી છે કે, નદીના કાંઢે અવર-જવર ન કરે.. એટલું જ નહિં ઢોરને લઇ જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી કરીને કોઇ ઘટના ન બને.

આ પણ વાંચો : Gujarati Video : સુરેન્દ્રનગરમાં સરકારી ગોડાઉનના મજૂરો હડતાળ પર, સસ્તા અનાજના પૂરવઠાનુ વિતરણ ખોરવાઈ જવાની સંભાવના

ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચતા રાજકોટવાસીઓને રાહત

પાણીની અછત સામે ઝઝુમી રહેલા રાજકોટવાસીઓને મોટી રાહત મળી છે. રાજકોટના ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની બુમરાણ ઉગ્ર બની હતી. શહેરના ડેમ તળિયા ઝાટક થવાના આરે હતા. જેને લઈને રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માગ કરી હતી. જેથી ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

ન્યારી-1 ડેમમાં પહોંચ્યું સૌની યોજનાનું પાણી

દર વર્ષે રાજકોટમાં ઉનાળામાં પાણી માટેની બૂમો પડતી હોય છે, ત્યારે ઉનાળા પહેલા જ તંત્રએ પાણીની વ્યવસ્થા માટે નિર્ણય કર્યો છે આ નિર્ણય અંતર્ગત રાજકોટના ન્યારી -1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જેથી ઉનાળાના શહેરીજનોને પાણીની તકલીફ ન પડે. તાજેતરમાં જ પાણી માટે શહેરમાં બૂમરાણ મચી હતી, જેના નિવારણ રૂપે રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માંગણી કરી હતી. આ માંગણી અંતર્ગત ન્યારી ડેમમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">