Gujarati Video : સુરેન્દ્રનગરમાં સરકારી ગોડાઉનના મજૂરો હડતાળ પર, સસ્તા અનાજના પૂરવઠાનુ વિતરણ ખોરવાઈ જવાની સંભાવના
સરકારી ગોડાઉનના મજૂરો હડતાળ પર જતા લોકો છ દિવસથી સસ્તા અનાજ મેળવવાથી વંચિત રહ્યા છે. સરકારી મજૂરોની હડતાલના કારણે સસ્તુ અનાજની દુકાનો સુધી અનાજનો પૂરવઠો પહોંચી શકતો નથી. જેના કારણે શહેરીજનોને હાલાકીની સામનો કરવો પડે છે.
સુરેન્દ્રનગરમા છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો સરકારી સસ્તા અનાજથી વંચિત છે. સરકારી ગોડાઉનના મજૂરો હડતાળ પર જતા લોકો છ દિવસથી અનાજથી વંચિત રહ્યા છે. સરકારી મજૂરોની હડતાલના કારણે સસ્તુ અનાજ દુકાનો સુધી પહોંચી શકતુ નથી. જેના કારણે શહેરીજનોને હાલાકીની સામનો કરવો પડે છે.
સસ્તા દરનું અનાજ દુકાનો સુધીના પહોંચતા દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા વધી જાય છે. સરકારી ગોડાઉનના મજૂરોને વેતન ચુકવવામાં આવે અને હડતાળ સમેટાય તેવી માગ લોકો દ્વારા પણ કરવામાં આવી છે. સરકારી ગોડાઉનના મજૂરોની હડતાળ 1 એપ્રિલથી ચાલી રહી છે.
CNG પંપ માલિકોની હડતાળ
તો બીજી તરફ દક્ષિણ ગુજરાત ખાતે લાંબા સમયથી પડતર માગણીનો ઉકેલ ન આવ્યો હોવાથી દક્ષિણ ગુજરાતના સીએનજી પંપધારકો દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું હતુ. આજે દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકો હડતાળ પર રહેશે.ગુજરાત ગેસના 250 જેટલા CNG પંપ 24 કલાક માટે બંધ રાખ્યા હતા. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કમિશન ન વધારતા બંધ પાળીને વિરોધ વ્યક્ત કરાયો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…