Gujarati Video : સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

TV9 GUJARATI

|

Updated on: Mar 16, 2023 | 10:47 PM

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ પડ્યો છે.લીંબડી શહેર તેમજ ચુડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે.કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે.આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જેમા ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ફરી એકવાર 16થી 19 માર્ચ દરમિયાન વરસાદની તૈયારી રાખજો. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી સિસ્ટમ ઓછી થશે. જો કે કેટલાક વિસ્તારમાં વરસાદ રહી શકે છે.. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાશે.

આ પણ વાંચો : Gujarati Video: ગુજરાતમાં વિકાસના મોટા દાવા વચ્ચે 1.25 લાખથી વધુ બાળકો કુપોષિત, ઓછા વજનવાળા 24 હજારથી વધારે બાળકો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati