Gujarati Video: નર્મદા જિલ્લાના આ ગામમાં પહેલીવાર પહોંચ્યુ પાણી, ગામની મહિલાઓને થઈ રાહત, જુઓ Video
આ ગામમાં જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાણી પહોંચ્યું નહોતું. અત્યાર સુધી એક કૂવા પર જ આખું ગામ નિર્ભર હતું. પાણી વગર લોકોને અને ખાસ તો મહિલાઓને ભારે હાલોકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આમ તો ગામમાં ચોખ્ખા રસ્તા, દવાખાના અને પાણી જેવી માળખાગત સુવિધાઓ હોવી અનિવાર્ય છે, પરંતુ નર્મદા જિલ્લાના ચીનકુવા ગામના ગ્રામજનોને આ સુખ આઝાદી બાદ પ્રથમ વાર મળ્યું છે આ ગામમાં આઝાદીના આટલા વર્ષે પાણી પહોંચ્યું છે.
નર્મદાનું એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલી વાર પહોંચ્યું છે પાણી
વાત છે ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામની. આ ગામમાં જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાણી પહોંચ્યું નહોતું. અત્યાર સુધી એક કૂવા પર જ આખું ગામ નિર્ભર હતું. પાણી વગર લોકોને અને ખાસ તો મહિલાઓને ભારે હાલોકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગામની મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં પણ દૂર દૂર પગપાળા પાણી ભરવા જતી હતી. નાંદોદના ધારાસભ્ય, દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે જિલ્લાના અન્ય અંતરિયાળ ગામમાં પણ પાણીની સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.
આ પણ વાંચો: Gujarati Video: નવસારીમાં ગરમીનો પારો વધતા નવો બનેલો રોડ પીગળ્યો, જુઓ Video
જો કે, હવે આ ગામમાં 7થી 8 જેટલા બોર બનાવવામાં આવ્યા છે. જેથી કરીને ચીનકુવા ગામના દરેક ઘરને પાણી મળી રહે. હવે આખરે આ બોર બની જતા ગ્રામજનોને ભારે રાહત થઈ છે. આ ગામમાં તો રસ્તો પણ ચૂંટણી પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને હવે પાણીની સમસ્યા દૂર થતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…