Gujarati Video: નર્મદા પરિક્રમા પર TV9ના અહેવાલ બાદ સફાળુ જાગ્યુ તંત્ર, શહેરાવથી તિલકવાડા જવાના હંગામી પૂલને ખુલ્લો મુકાયો
Narmada: નર્મદા નદીની ઉત્તરવહીની પરિક્રમા કરવામાં હવે લોકોને મુશ્કેલી નહીં પડે. રવિવારે ભારે ભીડ વઘતા બોટની તંગી સર્જાઈ હતી જેના કારણે પરિક્રમાવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ અંગે Tv9એ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને શહેરાવથી તિલકવાડા જવાના હંગામી પૂલને ખુલ્લો મુકાયો છે.
નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા કરવામાં હવે લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે. ગઈકાલે (10.04.23) TV9 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને શહેરાવથી તિલકવાડા જવાના હંગામી પૂલને ખુલ્લો મુખ્યો છે. TV9 ગુજરાતી પર અહેવાલ પ્રસારિત કરીને સવાલ ઉઠાવ્યો હતો કે- પૂલનું નિર્માણ થઈ ચૂક્યું છે છતાંતંત્ર શા માટે લોકોને મંજૂરી નથી આપતું? આ અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ પુલને પરિક્રમાવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરિક્રમા કરનારાઓએ હવે નાવડીની રાહ નહીં જોવી પડે. તેઓ પૂલ ઉપરથી જ નદી પાર કરી શકશે. મહત્વનું છે કે ઉત્તરવાહિની પરિક્રમાને હવે ફક્ત 9 દિવસ બાકી છે.
TV9ના અહેવાલની આવી અસર, તંત્રએ શહેરાવથી તિલકવાડા જવાના પુલને ખુલ્લો મુક્યો
આપને જણાવી દઈએ કે નર્મદા પરિક્રમામાં છેલ્લા બે રવિવારથી ભીડ વધતા બોટની તંગી સર્જાઈ હતી. જે બાદ પરિક્રમાવાસીઓની સુવિધા માટે સ્થાનિકોએ હંગામી પૂલ તૈયાર કર્યો. પરંતુ પોલીસે બેરિકેડ લગાવીને પરિક્રમાવાસીઓને પૂલ પર જતા અટકાવ્યા. આ પૂલ પરથી લોકોના પસાર થવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની મંજૂરીની જરૂર હતી. આથી લોકોને પુલ પરથી જતા અટકાવી દેવાયા. પોલીસ જવાનોએ પરિક્રમાવાસીઓને અટકાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા.
આ પણ વાંચો: Gujarati Video : નર્મદા જિલ્લામાં તિલકવાડા પાસે નર્મદા નદી પર હંગામી બ્રિજ બનાવવાની મંજૂરી
સ્થાનિકો આક્રોશ ઠાલવ્યો કે પુલની મંજૂરી અંગેની શરતો પહેલા જ મૂકી હોત તો સ્થાનિકોએ મહેનત કરીને પુલનું નિર્માણ ન કર્યું હોત. નર્મદા પરિક્રમા પૂર્ણ થવાને હવે 11 દિવસ બાકી છે. ત્યારે મંજૂરી મળવામાં વિલંબ થાય તો હંગામી પૂલ બનાવવાનો કોઈ ફાયદો નહીં રહે. આ અંગે Tv9 ગુજરાતી નર્મદાવાસીઓનો અવાજ બન્યુ અને તંત્ર સામે લોકોના પ્રશ્નોનો જવાબ માગતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યુ અને પૂલને શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી.