Gujarati Video: અમદાવાદના જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત

| Edited By: | Updated on: Mar 04, 2023 | 11:53 PM

Ahmedabad: અમદાવાદના જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હાઈકોર્ટની ફટકાર છતા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થઈ રહી નથી. TV9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં જાહેર માર્ગો પર રખડતાનો અડિંગો જોવા મળ્યો.

ગુજરાત હાઇકોર્ટની ફટકાર  અનેક નિર્દોષ લોકોના મોત, અનેક નિર્દોષ લોકો ઇજાગ્રસ્ત. પણ હજી રસ્તા પર રખડતી રંજાડની સમસ્યા ઠેરની ઠેર છે. અમદાવાદ શહેરમાં હજી પણ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. રખડતા ઢોરની સમસ્યાને જાણવા અમદાવાદ શહેરમાં ટીવીનાઇને રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં શહેરના જમાલપુર અને હાટકેશ્વરના રસ્તાઓ પર હજુ પણ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે.

જાહેર માર્ગો પર રખડતા ઢોરને લઈને  કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. સ્થાનિકો કોર્પોરેશન પર આક્ષેપ લગાવી રહ્યાં છે કે શું કોર્પોરેશન માત્ર કાગળ પર ઢોરની સમસ્યાથી છૂટકારો આપવાની વાત કરે છે. કોર્પોરેશન મોટા મોટા બણગા ફૂંકે છે પણ આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે.

તો બીજી તરફ ઢોર માલિકોએ પણ કોર્પોરેશન પર ગંભીર આરોપ લગાવ્યાં. ઢોર માલિકનો આક્ષેપ છે કે કોર્પોરેશનની બેદરકારીને કારણે ઢોરવાડામાં અનેક પશુના મોત થઇ રહ્યાં છે. કોર્પોરેશન ઢોરને પકડે તો છે પરંતુ કોઇ સુવિધા ન હોવાથી પશુઓની દયનિય હાલત છે.

આ પણ વાંચો: Gujarati Video: વડોદરાના માણેજામાં ગાયે અડફેટે લેતા વૃદ્ધાનું મોત, રહી-રહીને જાગ્યુ તંત્ર, ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો

આ તરફ વડોદરામાં રખડતા ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધા મોતને ભેટ્યા છે.  ઢોરના હિંસક હુમલા વખતે  સ્થાનિકોએ વૃદ્ધાને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગાયનો હુમલો એટલો ખતરનાક હતો કે સ્થાનિકો પણ નિ:સહાય જોવા મળ્યા. સ્થાનિકોએ દૂરથી પથ્થરના ઘા કરીને વૃદ્ધાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ કમનસિબ વૃદ્ધાને બચાવી ન શક્યા.આ ઘટના ઘટ્યા બાદ સ્થાનિકોએ પણ અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં ગેરકાયદે ઢોરવાડો ધમધમી રહ્યો છે. રખડતા ઢોરના ત્રાસથી અગાઉ પણ અનેક સ્થાનિકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.