Gujarati Video : દાંતા તાલુકાનું તળેટી ગામ આજે પણ વિકાસથી વંચિત ! ગામવાસીઓને પાણી ભરવા માટે ભટકવુ પડે છે, જુઓ Video
1000 થી વધુ વસ્તી ધરાવતુ તળેટી ગામ આજે પણ વિકાસથી વંચિત છે. ગામમાં પાકા મકાનની જગ્યાએ માત્ર કાપડ અને પ્લાસ્ટિકના તંબુ જ નજરે પડે છે.
આઝાદી બાદ પણ લોકોને રહેવા પાકા મકાન ન મળ્યા હોય, પાણી ન મળતું હોય, લાઈટની સુવિધા ન હોય એ વિકાસની વરવી વાસ્તવિકતા છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના તળેટી ગામની આવી જ હાલત અત્યારે છે. 1000 થી વધુ વસ્તી ધરાવતુ તળેટી ગામ આજે પણ વિકાસથી વંચિત છે. ગામમાં પાકા મકાનની જગ્યાએ માત્ર કાપડ અને પ્લાસ્ટિકના તંબુ જ નજરે પડે છે. પાકા રસ્તા કે લાઈટની સુવિધા તો દૂર પણ પાણી ભરવા માટે પણ ગામના લોકોને દુર દુર સુધી પગપાળા ભટકવુ પડે છે. પાણીની યોજના માટે પાઈપલાઈન નખાઈ છે પણ નળમાંથી પાણીનું એક ટીપુ પણ નથી આવતું.
આ પણ વાંચો : મોબાઈલની બેટરી બ્લાસ્ટ થતા 5 વર્ષીય બાળક ગંભીર થયું ઈજાગ્રસ્ત, રાજસ્થાનથી ડીસાની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો
ગામમાં સરકારની કોઈ યોજના પહોંચી નથી. પાકા મકાન માટે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ આવી પણ ગામના અનેક લોકોએ આખા જીવનમાં પાકા મકાનો જોયા નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર વોટ માગવા આવે છે પણ તેમને ગામની બદતર હાલત દેખાતી નથી. છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમયથી તળેટી ગામના લોકો નેતાઓના વચનો અને ઠાલા આશ્વાસન સાંભળે છે. પરંતુ વિકાસનું એક કાર્ય પણ તેમને કર્યું નથી.