Gujarati Video: વડોદરાની સાવલીના મંજૂસર GIDCમાં ઈન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, લાખોના નુકસાનનો અંદાજ

|

May 16, 2023 | 11:49 PM

Vadodara: સાવલીના મંજૂસર GIDCમાં ઈન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગમાં લાખોનું નુકસાન થયુ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગને પગલે બે ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.

વડોદરાની સાવલીના મંજૂસરની GIDCમાં આવેલી ઈન્ક બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. અચાનક આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગમાં લાખોનુ નુકસાન થયુ હોવાનો અંદાજ છે. આગ બુજાવવા માટે બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુજાવવાની જહેમત હાથ ધરી હતી. ડિજિટલ ઈન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો: Ahmedabad : વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ મામલે FSLને સાથે રાખી કરાયુ પંચનામુ, ડી ડિવિઝન ACPને સોંપાઈ તપાસ 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આગ બુઝાવવા  બોલાવાઈ

ઈન્ક બનાવતી કંપનીમાં કેમિકલ દ્રવ્યો વધુ હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી. સ્થાનિક ફાયર બ્રિગેડ અને જીઆઈડીસીના ફાયર ફાઈટર્સ દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગ વધુ ફેલાતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગની પણ મદદ લેવાઈ હતી અને ત્યાંથી 4થી5 ફાયર બ્રિગેડની ટીમ બોલાવાઈ હતી. કુલ મળીને સ્થાનિક સાવલી ફાયર બ્રિગેડની ટીમ તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને સંયુક્ત રીતે આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ હતી.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:48 pm, Tue, 16 May 23

Next Video