AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ મામલે FSLને સાથે રાખી કરાયુ પંચનામુ, ડી ડિવિઝન ACPને સોંપાઈ તપાસ

Ahmedabad News : આગ લાગવા પાછળનું કારણ જાણવા FSLની મદદ લેવાઈ છે. FSLની ટીમ દ્વારા એસ્ટેટમાંથી વીડિયોગ્રાફી સાથે નમૂના લેવાયા હતા.

Ahmedabad : વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ મામલે FSLને સાથે રાખી કરાયુ પંચનામુ, ડી ડિવિઝન ACPને સોંપાઈ તપાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 4:01 PM
Share

અમદાવાદના (Ahmedabad) બાપુનગરના વિકાસ એસ્ટેટમાં આગના કેસમાં તપાસ ચાલી રહી છે. આગ લાગવા પાછળનું કારણ જાણવા FSLની મદદ લેવાઈ છે. FSLની ટીમ દ્વારા એસ્ટેટમાંથી વીડિયોગ્રાફી સાથે નમૂના લેવાયા હતા. FSLને સાથે રાખી પોલીસે સ્થળ પર પંચનામું કર્યુ હતુ. ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરાયુ હતુ. આગના કેસની તપાસ ડી ડિવિઝન ACP હિરેન્દ્ર ચૌધરીને સોંપાઈ છે. FSLના રિપોર્ટ બાદ બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.હાલ શહેરકોટડા પોલીસએ જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Gujarati Video : સુરતના જીલાની બ્રિજ નીચે કચરામાં લાગેલી આગ ઝુંપડાઓમાં ફેલાઇ, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી

શું હતી સમગ્ર ઘટના ?

અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં બે દિવસ પહેલા આગ લાગી હતી. આગની ઘટનામાં મોટાપાયે નુકસાન થયુ હતુ. આગમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ ફાયરના 2 જવાનો પણ દાઝ્યા હતા. ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી. એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો છે. આગ લાગી એ વિકાસ એસ્ટેટમાં 180 ગોડાઉન છે. 180 પૈકી 40 ગોડાઉનમાં ફટાકડાની દુકાનો છે. ત્યારે લાગેલી આગ એટલી ગંભીર હતી કે એને બુઝાવવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની 23થી વધુ ગાડીઓ કામે લાગી હતી.

Gujarati Video : જૂનાગઢમાં ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ, કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે

આ આગ લાગવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો હતો. એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યુ છે. 179 શેડમાંથી માત્ર 17 પાસે જ લાયસન્સ હતા. વિકાસ એસ્ટેટના ચેરમેન અને વેપારીઓએ આ ખુલાસો કર્યો છે. અન્ય શેડ ગેરકાયદેસર હોવાનું ચેરમેન અને વેપારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતુ.

આ અંગે અનેકવાર મનપાનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના વેપારીઓએ આક્ષેપ કર્યા છે. તહેવાર આવે તે સમયે પોલીસ, ફાયર બ્રિગેડ અને AMCની ટીમ આવી દેખાડો કરતા હોવાનું વિકાસ એસ્ટેટના ચેરમેનનો દાવો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">