Gujarati Video: વડોદરાને મળશે આજે નવા મેયર, કેયુર રોકડિયાના રાજીનામા બાદ અનેક નામો ચર્ચામાં, ચિરાગ બારોટ અને મનોજ પટેલનું નામ મોખરે

| Edited By: | Updated on: Mar 10, 2023 | 9:02 AM

Vadodara: વડોદરા શહેરને આજે નવા મેયર મળશે. પૂર્વ મેયર કેયુર રોકડિયાના રાજીનામા શહેરના મેયર માટેની રેસમાં અનેક નામો ચર્ચામાં છે. જેમા ચિરાગ પટેલ અને મનોજ પટેલનું નામ મોખરે છે. ત્યારે વડોદરાના મેયરનુ પદ કોને મળશે તે આજે સ્પષ્ટ થઈ જશે.

વડોદરા શહેરને નવા મેયર મળશે. આજે સયાજીરાવ સભાગૃહમાં મહત્વની બેઠક મળશે. જેમાં નવા મેયરની પસંદગી થશે. સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેયુર રોકડીયાએ રાજીનામું આપ્યા બાદ હવે વડોદરાના નવા મેયર કોણ બનશે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે. નવા મેયર તરીકે સંગઠનની કોઇ વ્યક્તિ આવશે કે વિરોધી જૂથમાંથી આવશે તેને લઇને અટકળો તેજ બની છે.

મનપામાં શાસક પક્ષના દંડક ચિરાગ બારોટ અને વોર્ડ નંબર-7માંથી ચૂંટાયેલા મનોજ પટેલનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલના નામ પર પણ વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત પરાક્રમસિંહ જાડેજા, નિલેશ રાઠોડ, અજીત દઢિચ, ડો. શીતલ મિસ્ત્રી, ડો. રાજેશ શાહ અને બંદીશ શાહના નામો પણ ચર્ચામાં છે.

ટૂંકા સમય માટે જ રહેશે મેયરનો કાર્યકાળ

માત્ર છ માસ માટે એટલે કે 20 સપ્ટેમ્બર સુધી જ નવા મેયરનો કાર્યકાળ રહેશે.આટલા ઓછા સમય માટે મેયરની જવાબદારી સંભાળવાની હોવાથી ઉમેદવારોમાં રસ ઘટ્યો છે. મેયર પદ માટે 5 વર્ષની બે ટર્મની વ્યવસ્થા છે. જેમાં પહેલી ટર્મ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે જ્યારે બીજી ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત છે.

આ પણ વાંચો: Vadodara : રખડતી રંજાડનો ત્રાસ યથાવત, 79 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આપને જણાવી દઈએ કે  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં સયાજીગંજ બેઠક પરથી પૂર્વ મેયર કેયુર રોકડિયા ભાજપમાંથી વિજેતા બનતા મેયરના પદેથી તેમણે રાજીનામુ આપતા હાલ મેયરનુ પદ ખાલી પડ્યુ છે

Published on: Mar 10, 2023 09:00 AM