જુનાગઢના વંથલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી હતી. કેસર કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ તરફ જૂનાગઢમાં ઝરમર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કોમ્પલેક્સમાં કાચ તૂટી પડ્યા હતા. મધુરમ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાં કાચ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે કોમ્પલેક્સમાં કાચ તૂટતા વેપારીઓને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: Gujarati Video: તાપીના નિઝરમાં કરા સાથે વરસાદ, જૂનાગઢમાં વાદળ છવાયા
રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ તોળાયું છે. હવામાન વિભાગ દ્વારા 23 અને 24 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.. જોકે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…